Home Bibles નહેમ્યા 6:10 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 6:10 · ગુજરાતી બાઇબલ

એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું:“આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.”

Cross references

1 રાજઓ 6:5

તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી.

2 રાજઓ 9:8

હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.

2 રાજઓ 11:3

તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

2 કાળવ્રત્તાંત 28:24

આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી,

2 કાળવ્રત્તાંત 29:3

તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.

2 કાળવ્રત્તાંત 29:7

તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું.

એઝરા 8:16

તેથી મેં અલીએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ તથા લેવી આગેવાનોને તેડાવ્યા. વળી મેં યોયારીબ અને એલ્નાથાન બોધકોને પણ બોલાવ્યા, કારણકે તેઓ ખૂબ અભ્યાસી માણસો હતા.

એઝરા 10:31

હારીમના વંશજોમાંના: અલીએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,

નહેમ્યા 6:12

પછી મને ખ્યાલ આવ્યો કે દેવે તેને મોકલ્યો ન હતો પણ ટોબીયાએ અને સાન્બાલ્લાટે એને મારી વિરૂદ્ધ ભવિષ્યવાણી કરવા મહેનતાણું આપીને રોક્યો.

અયૂબ 24:13

“એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે, તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે? અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી.

ગીતશાસ્ત્ર 12:2

લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે. લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.

ગીતશાસ્ત્ર 37:12

દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.

ગીતશાસ્ત્ર 120:2

હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.

નીતિવચનો 11:9

દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.

ચર્મિયા 36:5

ત્યારબાદ યમિર્યાએ બારૂખને આ પ્રમાણે કહ્યું, “મને યહોવાના મંદિરમાં જવાનો નિષેધ છે.

યર્મિયાનો વિલાપ 3:24

પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે.

માલાખી 1:10

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આવા ષ્ટ અર્પણો અર્પવા કરતાં તો મંદિરના બારણાં બંધ કરી દેવા અને અગ્નિ ન પ્રગટાવવો તે વધારે સારું હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી. હું તમારા અર્પણો સ્વીકારીશ નહિ.”

માથ્થી 7:15

“જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે.

યોહાન 3:20

દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:30

યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા.

Interlinear

Choose Theme