તો વળી બીજા કેટલાક એમ કહેવા લાગ્યા કે, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાઁ ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ સામે કરજ લીધું છે.
Cross references
“જયારે તમાંરી પાસે યહોવાએ આપેલી વસ્તુઓ જોઈએ તેટલી હતી ત્યારે તમે પ્રસન્નચિત્તે આનંદપૂર્વક તમાંરા દેવ યહોવાની સેવા કરી ન્હોતી,
પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.
તેઓ તેમના વંશજો હતાં, ઇસ્રાએલીઓ જેમનો સંપૂર્ણ નાશ કરી શકયા નહોતા. સુલેમાંને તેમને બળજબરીથી ગુલામ મજૂર બનાવી દીધાં.
એટલે હવે અમારે રાજાને જણાવવું જોઇએ કે, જો એ નગર બંધાશે એના કિલ્લાની દીવાલો પૂરી થશે, તો તેઓ ખંડણી, કરવેરા કે જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની ઉપજમાં ઘટાડો થશે.
યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.
અને તમને એ પણ જણાવવામાં આવે છે કે, કોઇ પણ વધારાનો કરવેરો યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે મંદિરના સેવકો કે દેવના મંદિરના બીજા કર્મચારીઓ પાસેથી લેવાનો નથી.
અમારાં પાપોને કારણે જે રાજાઓને તેં અમારા પર વિજય અપાવ્યો છે, તેઓ આ દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત કરે છે, તેઓનો અમારા શરીરો તથા અમારાં ઢોરઢાંખર પર અધિકાર છે અને અમે તેઓની ઇચ્છા મુજબ તેઓની સેવા કરીએ છીએ. અમે મોટાં સંકટમાં આવી પડ્યાં છીએ!
ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.