નહેમ્યા 3:24 · ગુજરાતી બાઇબલ
હેનાદાદનો પુત્ર બિન્નૂઇ અઝાર્યાના ઘરથી તે ખૂણાના વળાંકથી માંડીને, દીવાલના ભાગની મરામત કરી.
Cross references
એઝરા 3:9
આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા.
નહેમ્યા 3:11
હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથમોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
નહેમ્યા 3:19
તેના પછી યેશૂઆનો પુત્ર એઝેરે અન્ય ભાગનું સમારકામ કર્યુ. એઝેર મિસ્પાહના અડધા ભાગનો પ્રશાશક હતો, આ ભાગ સામેના રસ્તાથી લઇને તે જગ્યાએ જતો હતો જ્યાં ખૂણા પર શસ્રો મૂકવામાં આવતા હતાં.
નહેમ્યા 3:27
તેના પછી તકોઇઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલની દીવાલ સુધી અન્ય એક ભાગની મરામત કરી.
નહેમ્યા 10:9
અને લેવીઓ: યેશૂઆ, તે અઝાન્યાનો પુત્ર, બિન્નૂઇ, હેનાદાદના પુત્રોમાંનો એક કાદ્મીએલ,
નહેમ્યા 10:10
અને તેમના સગાંવહાંલા, શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન,