Home Bibles ☰ Books નહેમ્યા 2:18 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 2:18 · ગુજરાતી બાઇબલ

મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ.

Cross references

2 શમએલ 2:7

હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”

1 કાળવ્રત્તાંત 11:10

દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે;

1 કાળવ્રત્તાંત 19:13

હિમ્મતવાન થા અને પુરુષાતન દેખાડ કે, આપણે દેવનાં નગરો અને આપણા લોકોનો બચાવ કરીએ. યહોવાને જે શ્રેષ્ઠ લાગે તે કરે.”

2 કાળવ્રત્તાંત 32:5

હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં.

એઝરા 6:22

સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.

નહેમ્યા 2:8

તથા બીજો એક પત્ર રાજાના વનરક્ષક આસાફ પર પણ આપશો જેથી તે મંદિરની નજીકના કિલ્લાનો દરવાજો ફરી બાંધવા માટે, નગરની દીવાલ માટે, અને મારા ઘર માટે, ઇમારતી લાકડું આપે.”મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.

હાગ્ગાચ 1:13

પછી યહોવા દેવે તેમના સંદેશાવાહક હાગ્ગાય દ્વારા ફરીથી સંદેશો મોકલીને કહ્યું કે, “હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ.”

એફેસીઓને પત્ર 6:10

મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.

ફિલિપ્પીઓને પત્ર 2:13

હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.

Interlinear

Choose Theme