Home Bibles નહેમ્યા 12:35 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 12:35 · ગુજરાતી બાઇબલ

તથા યાજકોના સમૂહમાંના કેટલાક રણશિંગડા લઇને ચાલ્યા; ઝખાર્યા પણ તેમાંનો એક હતો, (ઝખાર્યા યોનાથાનનો પુત્ર હતો, યોનાથાન શમાયાનો પુત્ર, જે માતાન્યાનો પુત્ર હતો તે મીખાયાનો પુત્ર હતો, મીખાયા ઝાક્કૂરનો પુત્ર હતો, અને ઝાક્કૂર આસાફનો પુત્ર હતો.)

Cross references

ગણના 10:2

“બે ચાંદીનાં ધડેલાં રણશિંગડાં બનાવડાવ અને લોકોને ભેગા થવા કહેવા માંટે તથા પડાવને આગળ વધવા કહેવા માંટે તેનો ઉપયોગ કરજે.

યહોશુઆ 6:4

સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં.

1 કાળવ્રત્તાંત 6:39

હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો.

1 કાળવ્રત્તાંત 25:2

આસાફના પુત્રો હતા; ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશ્શારએલાહ. આ બધા આસાફના પુત્રો હતા અને તે તેઓનો આગેવાન હતો. તે રાજાની સૂચના મુજબ દેવની ભવિષ્યવાણી કરતો હતો.

1 કાળવ્રત્તાંત 26:10

મરારીની વંશજોના હોસાહએ તેના પુત્રોમાંથી એક શિમ્રીને સમૂહના નેતા તરીકે પસંદ કયો. જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો.

2 કાળવ્રત્તાંત 5:12

તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.

2 કાળવ્રત્તાંત 13:12

જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, “હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.”

નહેમ્યા 11:17

અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.

Interlinear

Choose Theme