Home Bibles નહેમ્યા 10:39 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 10:39 · ગુજરાતી બાઇબલ

તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.“આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”

Cross references

ગણના 18:26

“તું લેવીઓને જણાવ કે, મેં તમાંરે માંટે ઠરાવેલો ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો દશમો ભાગ મને વિશેષ ભેટ તરીકે ધરાવવો.

ગણના 18:30

“મૂસા, લેવીઓને કહો! તે જાણો તમાંરી જ જમીનની તથા દ્રાક્ષાકુંડની ઊપજનો દશમો ભાગ હોય તેમ ગણવામાં આવશે.

પુનર્નિયમ 12:6

ત્યાં જ તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.

પુનર્નિયમ 12:17

“પરંતુ અર્પણોમાંનું કશું જ ઘરે ખાવું નહિ, અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમાંરાં ઢોરનાં કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા બાધાબલિઓ, સ્વૈચ્છિક બલિઓ કે દાનબલિઓ તમાંરે તમાંરા વસવાટોમાં ખાવાના નથી.

પુનર્નિયમ 14:23

અને દેવે જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માંટે નણ્ી કરી હોય ત્યાં તેમની સમક્ષ આ દશાંશ ખાવા માંટે લાવવો. તમે અનાજનો, દ્રાક્ષારસનો, તથા તેલનો દશમો ભાગ તેમ જ તમાંરાં ઢોરો તથા ઘેટાં બકરાંના પ્રથમજનિતને પણ ખાઈ શકો, તેથી તમે તમાંરા દેવ યહોવૅંથી હંમેશા ડરીને જીવતાં શીખશો.

2 કાળવ્રત્તાંત 31:11

ત્યારે હિઝિક્યાએ યાજકોને યહોવાના મંદિરમાં કોઠારો કરાવી લેવાને ફરમાવ્યું ને તેમ કરવામાં આવ્યું.

2 કાળવ્રત્તાંત 31:12

યાજકો પ્રામાણિકપણે દસમો ભાગ અને યહોવાને સમર્પણની બીજી બધી ભેટો લાવ્યાં, લેવી કોનાન્યા એની સંભાળ રાખતો હતો અને તેનો ભાઇ શિમઇ તેનો મદદનીશ હતો.

નહેમ્યા 12:47

ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું.

નહેમ્યા 13:10

મને એ પણ ખબર પડી કે લેવીઓ અને યાજકો પોતપોતાના ખેતરમાં પાછા ફર્યા હતા, કારણ, તેમને તેમનો જે ભાગ મળવા પાત્ર હતો તે તેઓને ન મળ્યો.

નહેમ્યા 13:12

ત્યારબાદ બધા ઇસ્રાએલીઓ અનાજ, દ્રાક્ષારસ અને તેલનો દશમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.

ગીતશાસ્ત્ર 122:9

યહોવા આપણા દેવ મંદિરના કારણ કે હું તારી સારી લેવી પડશે.

હિબ્રૂઓને પત્ર 10:25

જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડોનજીકને નજીક આવી રહ્યો છે.

Interlinear

Choose Theme