તમે સિયોનને હિંસાથી અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે.
Cross references
યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.
તે નગરને જણાવ કે, ‘યહોવા મારા માલિક તમને કહે છે: પોતાની મધ્યે ઘણાં લોકોનાં ખૂન કર્યા છે અને મૂર્તિઓની પૂજા કરીને પોતાને ષ્ટ કર્યા છે.
શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા ‘પ્રબોધકો’ એ તારી વિરુદ્ધ જાળ પાથરી છે. તેઓ ઘણાં જીવોને હડપ કરી ગયા છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓ આ દેશમાં વિધવાઓનો વધારો કરે છે.
એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે.
તેમાં વસતા અમલદારો જાણે ગર્જના કરતા સિંહ જેવા છે; તેના ન્યાયાધીશો ભૂખ્યાં વરુઓ જેવા છે, જે સાંજનું સવાર સુધી રહેવા દેશે નહિ.
બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”
લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”