Home Bibles મીખાહ 1:10 · ગુજરાતી બાઇબલ
મીખાહ 1:10 · ગુજરાતી બાઇબલ

ગાથમાં તે કહેશો નહિ, વિલાપ કરશો નહિ; બેથલે-આફ્રાહ, તું ધૂળમાં આળોટ.

Cross references

યહોશુઆ 18:23

આવ્વીમ, પારાહ, ઓફ્રાહ,

2 શમએલ 1:20

ગાથમાં એની વાત કરશો નહિ, આશ્કલોનની શેરીઓમાં, આ સમાંચાર તમે જાહેર કરશો નહિ; આ કદાચ પલિસ્તીઓની પુત્રીઓને ખુશ કરે, અને બેસુન્નતીઓની પુત્રીઓ આનંદ પામશે અને ખુશ થશે.

અયૂબ 2:8

તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો.

ચર્મિયા 6:26

હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, રાખમાં બેસો, અને એકના એક પુત્રને માટે હોય તેમ ભગ્નહૃદયે ચિંતા કર. કારણ કે વિનાશ કરનાર સૈન્યો એકાએક આપણા પર ચઢી આવશે.

યર્મિયાનો વિલાપ 3:29

ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે.

આમોસ 5:13

આથી, એ કારણે શાણા લોકો તમારી શિક્ષાના ભયંકર દિવસે યહોવા સમક્ષ ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે.

આમોસ 6:10

મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”અને તે જવાબ આપશે, “ના.”ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”

Interlinear

Choose Theme