Home Bibles માથ્થી 27:18 · ગુજરાતી બાઇબલ
માથ્થી 27:18 · ગુજરાતી બાઇબલ

પિલાતે જાણ્યું કે લોકોએ ઈસુને અદેખાઈને કારણે તેને સોંપ્યો.

Cross references

ઊત્પત્તિ 37:11

તેના ભાઈઓ તો તેની ઈર્ષ્યા કરતાં રહ્યાં. પણ તેના પિતા આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા.

1 શમુએલ 18:7

તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,“શાઉલે હજારોને સંહાર્યા છે પણ દાઉદે તો લાખોને.”

ગીતશાસ્ત્ર 106:16

તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી, તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.

નીતિવચનો 27:4

ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?

સભાશિક્ષક 4:4

વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.

યશાયા 26:11

હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે, તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી, તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે તેનું ભાન થતાં તેઓ લજવાય! તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.

માર્ક 15:10

પિલાતે જાણ્યું કે મુખ્ય યાજકોએ તેને ઈસુને સોંપ્યો હતો કારણ કે તેઓને ઈસુની ઇર્ષા હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 5:17

પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 7:9

“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:45

યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી.

યાકૂબનો 4:5

તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો જ અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.”

Interlinear

Choose Theme