Home Bibles માથ્થી 27:14 · ગુજરાતી બાઇબલ
માથ્થી 27:14 · ગુજરાતી બાઇબલ

પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ. આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો.

Cross references

ગીતશાસ્ત્ર 71:7

હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું. પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.

યશાયા 8:18

હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.

ઝખાર્યા 3:8

હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.

1 કરિંથીઓને 4:9

પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ.

Interlinear

Choose Theme