Home Bibles માથ્થી 23:5 · ગુજરાતી બાઇબલ
માથ્થી 23:5 · ગુજરાતી બાઇબલ

“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ.

Cross references

નિર્ગમન 13:9

“અને આ ઉત્સવ તમાંરા હાથ પરના એંધાણી અને તમાંરા કપાળ પરના સ્મરણચિહ્ન જેવા બનીને રહેશે, તે તમાંરી આંખો સામે એક ચિહ્ન તરીકે રહેશે, આ પર્વ તમને યહોવાનો ઉપદેશ યાદ રખાવશે. તે તમને યાદ રખાવશે કે યહોવા તેમની મહાન શક્તિથી તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.

લેવીય 13:32

યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમજ તે ચામડી કરતાં ઊડી ખબર ના પડે,

ગણના 15:38

“ઇસ્રાએલી પ્રજાને તું કહે કે, તમાંરાં વંશજોએ અને તમાંરે તમાંરાં વસ્ત્રને ખૂણે ફૂમતાં મૂકવા અને એ ફૂમતામાં ભૂરા રંગનો દોરો ગૂંથવો.

પુનર્નિયમ 6:8

તમે એ આજ્ઞાઓને તમાંરા હાથે યાદી તરીકે બાંધજો અને તમાંરા લલાટ પર બિલ્લા તરીકે.

પુનર્નિયમ 11:18

“તેથી માંરી આ આજ્ઞાઓ સદાય યાદ રાખો, તમાંરા હાથમાં ચિન્હની જેમ બાંધો, અથવા તેમને તમાંરા કપાળ પર તેને સ્મૃતિપત્રની જેમ પહેરો.

પુનર્નિયમ 22:12

“જે ઝભ્ભો તમે પહેરો છો તેને ચાર ખૂણે સુુશોભિત ફૂમતાં મૂકવાં.

2 રાજઓ 10:16

યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.

નીતિવચનો 3:3

પ્રેમ અને વફાદારી તારો ત્યાગ ન કરે, વિશ્વાસનીયતાને તું તારા ગળે બાંધી રાખજે, અને તારા હૃદયપર લખી રાખજે;

નીતિવચનો 6:21

એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે.

માથ્થી 6:1

“સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.

માથ્થી 9:20

એક સ્ત્રી હતી, જે છેલ્લા બાર વર્ષથી લોહીવાના રોગથી પીડાતી હતી તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની નીચલી કોરને સ્પર્શ કર્યો.

લૂક 16:15

ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.

લૂક 20:47

પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

યોહાન 5:44

એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો?

યોહાન 7:18

કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી.

યોહાન 12:43

આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.

ફિલિપ્પીઓને પત્ર 1:15

કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે.

ફિલિપ્પીઓને પત્ર 2:3

તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો.

2 થેસ્સલોનિકીઓને 2:4

જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે. તે બધાની વિરુંદ્ધમાં પાપનો માણસ છે અને તે દુષ્ટ માણસ પોતાની જાતને દેવ તરીકે અને લોકો જેની ઉપાસના કરે છે તેની ઉપર તે પોતાની જાતને ઓળખાવે છે. અને તે દુષ્ટ માણસ તો દેવના મંદિરમાં જાય છે અને ત્યાં બેસે છે. અને પછી તે કહે છે કે તે દેવ છે.

Interlinear

Choose Theme