રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ.
Cross references
યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.
તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.
તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
તું કેવી રીતે કહી શકે કે, ‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’ પેલા કોતરમાં તું શી રીતે વતીર્ હતી તે યાદ કર, અને તેં જે કર્યું તે કબૂલ કર. તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે, જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે.
જેમ ચોર પકડાય ને ફજેત થાય, તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો, તમે બધા જ તમારા રાજાઓ, આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
“પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ?
ઈસુએ કહ્યું, “મિત્ર, તું જે કરવા આવ્યો છું તે કર.”પછી તે માણસો આવ્યા અને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો.
પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.
પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે.
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.
તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.
તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.