હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.
Cross references
એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો.
ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.
તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “યહોવાના મંદિરમાંનું નિયમનું પુસ્તક મને મળ્યું છે;” અને પુસ્તક તેને આપી દીધું.
ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, યાજકો અને લોકો વધુ બગડતા અને બગડતા ગયા. તેઓ આજુબાજુની પ્રજાઓના દેવોની મૂર્તિઓને પૂજતા હતા, આમ તેઓએ યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરને ષ્ટ કર્યુ જે તેણે પાવન કર્યુ હતું.
એઝરા બાબિલથી આવ્યો, તે એક મહાન શિક્ષક હતો. જે ઇસ્રાએલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં ઘણો નિપૂણ હતો. તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.
રાજા આર્તાહશાસ્તાએ આ પત્ર યાજક એઝરાને આપ્યો, જે યહોવાના નિયમશાસ્રનો અને યહોવાએ ઇસ્રાએલને આપેલા હુકમોનો શિક્ષક હતો.
ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇસ્રાએલીઓને સમ ખવડાવ્યા કે અમો એ વચન પ્રમાણે જ કરીશું. તેથી તેઓએ સમ ખાધા.
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના સમયમાં આ લોકો યાજકોના અને તેના સંબંધીઓના આગેવાનો હતા.
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તમે એવું શી રીતે કહી શકો કે, ‘અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે’ શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”
કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.
પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”
મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.
ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”