Home Bibles માથ્થી 16:9 · ગુજરાતી બાઇબલ
માથ્થી 16:9 · ગુજરાતી બાઇબલ

શું તમે હજી પણ સમજતા નથી? તમને યાદ છે કે ફક્ત પાંચ રોટલીથી મેં 5,000 માણસોને જમાડ્યા હતા અને તેમના જમ્યા પછી કેટલી બધી રોટલી વધી હતી?

Cross references

માથ્થી 14:17

શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.”

માથ્થી 15:16

ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે?

માર્ક 6:38

ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.’ શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, ‘આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.’

માર્ક 7:18

ઈસુએ કહ્યું, ‘તમને સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે તેને વટાળી શકે.

લૂક 9:13

પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?”

લૂક 24:25

પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.

યોહાન 6:9

“અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”

2 થેસ્સલોનિકીઓને 2:5

મેં તમને અગાઉ જણાવેલું કે આવી ઘટનાઓ ઘટશે. યાદ છે?

પ્રકટીકરણ 3:19

“હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.

Interlinear

Choose Theme