Home Bibles ☰ Books માથ્થી 12:48 · ગુજરાતી બાઇબલ
માથ્થી 12:48 · ગુજરાતી બાઇબલ

ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?”

Cross references

પુનર્નિયમ 33:9

અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી. તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા. પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું; અમે તમને જરા પણ ઓળખતા નથી. અને તેઓએ પોતાના ભાઈઓ અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.

માથ્થી 10:37

જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી.

માર્ક 3:32

ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, ‘તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે’

લૂક 2:49

ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!”

લૂક 2:52

ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.

યોહાન 2:3

લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”

2 કરિંથીઓને 5:16

તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી.

Interlinear

Choose Theme