Home Bibles માથ્થી 1:18 · ગુજરાતી બાઇબલ
માથ્થી 1:18 · ગુજરાતી બાઇબલ

ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે.

Cross references

ઊત્પત્તિ 3:15

હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારાં બાળકો અને એનાં બાળકો વચ્ચે દુશ્મનાવટ રખાવીશ. એનો વંશ તારું માંથું કચરશે અને તું એના પગને કરડીશ.”

અયૂબ 14:4

અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.

અયૂબ 15:14

શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિદોર્ષ હોઇ શકે?

માથ્થી 1:1

આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.

લૂક 1:25

“જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”

લૂક 1:27

તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો.

ગલાતીઓને પત્ર 4:4

પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો.

હિબ્રૂઓને પત્ર 7:26

ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે.તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે.

હિબ્રૂઓને પત્ર 10:5

આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.

Interlinear

Choose Theme