Home Bibles ☰ Books માર્ક 9:14 · ગુજરાતી બાઇબલ
માર્ક 9:14 · ગુજરાતી બાઇબલ

પછી ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુબાજુ જોયા. શાસ્ત્રીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા.

Cross references

માથ્થી 17:14

ઈસુ અને તેના શિષ્યો લોકો પાસે પાછા ગયા. એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેને ઘુંટણીએ પડી પ્રણામ કર્યા.

માર્ક 2:6

કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું,

માર્ક 11:28

તેઓએ ઈસુને કહ્યું, ‘અમને કહે! તને આવા કામો કરવાની કઈ સત્તા છે? તને આ સત્તા કોણે આપી?’

માર્ક 12:14

ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?’

લૂક 9:37

બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો.

લૂક 11:53

જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેને વધારે કષ્ટ આપવા લાગ્યા. તેઓ ઘણી બાબતો વિષે પ્રશ્રોના ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીને ઈસુને ઉશ્કેરવા લાગ્યા.

હિબ્રૂઓને પત્ર 12:3

ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.

Interlinear

Choose Theme