Home Bibles ☰ Books માર્ક 6:24 · ગુજરાતી બાઇબલ
માર્ક 6:24 · ગુજરાતી બાઇબલ

તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, ‘મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?’ તેની માએ કહ્યું, ‘યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.’

Cross references

ઊત્પત્તિ 27:8

એટલા માંટે હવે માંરા પુત્ર, હું તને કહું તે પ્રમાંણે કર.

2 શમએલ 13:5

યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.”‘

2 કાળવ્રત્તાંત 22:3

કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી.

અયૂબ 31:31

મારા ઘરમાં દરેક જણ જાણે છે કે મેં અજાણ્યાને કાયમ ખાવાનું આપ્યું છે.

ગીતશાસ્ત્ર 27:2

જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.

ગીતશાસ્ત્ર 37:12

દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.

ગીતશાસ્ત્ર 37:14

દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે, અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.

નીતિવચનો 27:3

પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.

યર્મિયાનો વિલાપ 19:2

“‘તારી મા કેવી સ્ત્રી હતી! તે તો હતી સિંહણ, સિંહોના ટોળામાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.

માથ્થી 14:8

શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું, તેથી તેણે હેરોદને કહ્યુ, “આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ.”

પ્રેરિતોનાં ક્રત્યો 23:12

બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.

Interlinear

Choose Theme