Home Bibles ☰ Books માર્ક 4:3 · ગુજરાતી બાઇબલ
માર્ક 4:3 · ગુજરાતી બાઇબલ

‘ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો.

Cross references

પુનર્નિયમ 4:1

મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.

ગીતશાસ્ત્ર 34:11

મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”

ગીતશાસ્ત્ર 45:10

હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર; ને પછી વિચાર કર; તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.

નીતિવચનો 7:24

માટે, હે પુત્રો, સાંભળો, અને મારા મુખના શબ્દો પર લક્ષ આપો.

નીતિવચનો 8:32

માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે.

સભાશિક્ષક 11:6

સવારમાં બી વાવ, ને સાંજે તારા કામમાંથી વિશ્રાન્તિ લઇશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.

યશાયા 28:23

ધ્યાનથી મારી વાણી સાંભળો! ધ્યાન દઇને મારું વચન સાંભળો.

યશાયા 46:3

“હે યાકૂબના વંશજો, ઇસ્રાએલના બાકી રહેલા સર્વ લોકો મારું કહ્યું સાંભળો: મેં તમારું સર્જન કર્યુ છે અને તમારો જન્મ થયો ત્યારથી મેં તમારી સંભાળ રાખી છે.

યશાયા 46:12

“હે દુષ્ટ હઠીલા માણસો, મારું કહ્યું ધ્યાનથી સાંભળો!

યશાયા 55:1

યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે? તમારી પાસે પૈસા ન હોય તો પણ આવો અને પીઓ! આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ, અને દૂધ અને દ્રાક્ષારસ વિના મૂલ્યે લઇ જાઓ.

માથ્થી 13:3

ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.

માથ્થી 13:24

ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.

માથ્થી 13:26

પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા.

માર્ક 4:9

પછી ઈસુએ કહ્યું, ‘તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!’

માર્ક 4:14

ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે.

માર્ક 4:23

તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!

માર્ક 4:26

પછી ઈસુએ કહ્યું, ‘દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે.

માર્ક 7:14

ઈસુએ ફરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા. તેણે કહ્યું, ‘પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનથી સાંભળવો જોઈએ અને હું જે કહું છું તે સમજવું જોઈએ.

Interlinear

Choose Theme