Home Bibles માર્ક 3:4 · ગુજરાતી બાઇબલ
માર્ક 3:4 · ગુજરાતી બાઇબલ

પછી ઈસુએ લોકોને પૂછયું, ‘વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?’ લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.

Cross references

હોશિયા 6:6

કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.

માથ્થી 12:10

ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”

માર્ક 2:27

પછી ઈસુએ ફરોશીઓને કહ્યું, ‘વિશ્રામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્રામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી.

માર્ક 9:34

પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા.

લૂક 6:9

ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”

લૂક 13:13

ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.

લૂક 14:1

ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા.

Interlinear

Choose Theme