માર્ક 2:23 · ગુજરાતી બાઇબલ
વિશ્રામવારના દિવસે, ઈસુ કેટલાક આનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા. શિષ્યો કેટલાંક કણસલાં તોડી ખાવા લાગ્યા.
Cross references
પુનર્નિયમ 23:24
“જયારે તમે બીજાની દ્રાક્ષની વાડીમાંથી પસાર થતાં હોય ત્યારે જોઈએ તેટલી દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ કોઈ પાત્રમાં ભરીને તમે લઈ જાઓ નહિ,
માથ્થી 12:1
તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા.
લૂક 6:1
એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં.