Home Bibles માર્ક 15:39 · ગુજરાતી બાઇબલ
માર્ક 15:39 · ગુજરાતી બાઇબલ

લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”

Cross references

માથ્થી 8:5

ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી.

માથ્થી 27:43

તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, “હું દેવનો દીકરો છું.”

માથ્થી 27:54

લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!”

માર્ક 15:44

પિલાતને સાંભળીને આશ્ચર્ય થયું કે ઈસુ હંમેશ માટે મરણ પામ્યો હતો. પિલાતે લશ્કરી અમલદારને બોલાવ્યો, જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછયું; શું ઈસુ મરણ પામ્યો છે?

લૂક 23:47

લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું. તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, “હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો!”

પ્રેરિતોનાં ક્રત્યો 10:1

કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:1

તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:43

પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું.

Interlinear

Choose Theme