પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.
Cross references
તેથી કેટલાક હિબ્રૂઓએ યર્દન નદી ઓળંગી અને ગિલયાદ ગાદ ભૂમિ તરફ ગયા. શાઉલ હજુ ગિલ્ગાલમાં રહ્યો. તેની સાથે તેના બધા લોકો હતા જેઓ ગભરાયેલા હતા.
એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ;તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
આ સાંભળતાં જ એલિયાએ પોતાના ઝભ્ભાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીનેે તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા.
પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે.
પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”
તે દાસીએ પિતરને અગ્નિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી. પછીથી તે દાસીએ કહ્યું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”
ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો.
સૈનિકો ચોકની વચમાં અજ્ઞિ સળગાવીને સાથે બેઠા હતા. પિતર તેઓની સાથે બેઠો.
સિમોન પિતર અને બીજો એક ઈસુનો શિષ્ય ઈસુને અનુસર્યા. આ શિષ્ય પ્રમુખ યાજકને જાણતો હતો. તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના મકાનના વરંડામાં ગયો.
તે સમયે ઠંડી હતી, તેથી તો સેવકો અને ચોકીદારોએ અગ્નિ સળગાવ્યો હતો. તેઓ તેની આજુબાજુ ઊભા હતા અને પોતાની જાતે તાપતા હતા. પિતર આ માણસોની સાથે ઊભો હતો.
સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”