તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, ‘રાબ્બી!’ પછી યહૂદા ઈસુને ચૂમ્યો.
Cross references
બળદ જેમ પોતાના ધણીને ઓળખે છે અને ગધેડો પોતાના ધણીની ગભાણને ઓળખે છે; પણ ઇસ્રાએલને ડહાપણ અને સમજણ નથી.”
સૈન્યોનો દેવ યહોવા યાજકોને પૂછે છે, “પુત્ર પોતાના પિતાને માન આપે છે અને ગુલામ તેના ધણીથી ડરતો રહે છે. હે યાજકો, હું તમારો પિતા અને દેવ છું, છતાં તમે મને માન નથી આપતા, પણ મારા નામને ધિક્કારો છો.”અને પછી પૂછો છો, “અમે તમારા નામને ધિક્કારીએ કેવી રીતે?”
બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?’
“તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી?
તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.
ઈસુએ તેને કહ્યું, “મરિયમ.”મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)