Home Bibles માર્ક 13:15 · ગુજરાતી બાઇબલ
માર્ક 13:15 · ગુજરાતી બાઇબલ

કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ.

Cross references

ઊત્પત્તિ 19:15

બીજે દિવસે સવારના સમયે દેવદૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્ની અને તારી બે પુત્રીઓ જે અહીં છે તેમને સાથે લઈ લે; અને આ જગ્યા છોડી દે, જેથી તમે બધા આ નગરની સાથે નાશ નહિ પામો.”

ઊત્પત્તિ 19:22

પરંતુ તે જગ્યા સુધી ઝડપથી દોડો, જયાં સુધી તમે એ નગરમાં સુરક્ષિત પહોંચી નહિ જાઓ ત્યંા સુધી હું સદોમનો નાશ નહિ કરી શકુ.” (તે શહેરનું નામ સોઆર પડયું કારણ કે, તે નાનું ગામ છે.)

ઊત્પત્તિ 19:26

જયારે તેઓ ભાગી રહ્યા હતા, ત્યારે લોતની પત્નીએ પાછું વળીને જોયું અને તે મીઠાનો થાંભલો થઈ ગઈ.

અયૂબ 2:4

શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે.

નીતિવચનો 6:4

સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.

નીતિવચનો 22:3

ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.

માથ્થી 24:16

“ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે.

લૂક 17:31

“તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 27:18

બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી.

પ્રેરિતોનાં ક્રત્યો 27:38

અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.

ફિલિપ્પીઓને પત્ર 3:7

એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી.

હિબ્રૂઓને પત્ર 11:7

નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.

Interlinear

Choose Theme