તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો અને ઈસુએ પૂછયું, ‘સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ લખેલું છે?’ તેઓએ જવાબ આપ્યો, ‘તે કૈસરનું ચિત્ર છે અને કૈસરનું નામ છે.’
Cross references
તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો.
“મને એક દીનાર સિક્કો બતાવો, સિક્કા પર કોનું નામ છે? અને તેના પર કોની છાપ છે?” તેઓએ કહ્યું કે, “કૈસરની.”
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”
જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ.