Home Bibles માર્ક 10:18 · ગુજરાતી બાઇબલ
માર્ક 10:18 · ગુજરાતી બાઇબલ

ઈસુએ ઉત્તર આપ્યો, ‘તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે.

Cross references

1 શમુએલ 2:2

યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી. તેમના સિવાય બીજા કોઈ દેવ નથી. આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.

ગીતશાસ્ત્ર 36:7

હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.

ગીતશાસ્ત્ર 86:5

હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો. સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.

ગીતશાસ્ત્ર 119:68

તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.

માથ્થી 19:17

ઈસુએ ઉત્તર આપ્યો, “શું સારું છે એવું મને શા માટે પૂછે છે? ફક્ત દેવ સારો છે. પરંતુ જો તારે અનંતજીવન જોઈતું હોય તો દેવની આજ્ઞાનું પાલન કર.”

લૂક 18:19

ઈસુએ તેને કહ્યું કે, “તું મને શા માટે ઉત્તમ કહે છે? ફક્ત દેવ જ ઉત્તમ છે.

યોહાન 5:41

“મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી.

રોમનોને પત્ર 3:12

સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!” ગીતશાસ્ત્ર 14:1-3

યાકૂબનો 1:17

દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે.

1 યોહાનનો પત્ર 4:8

જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે.

1 યોહાનનો પત્ર 4:16

અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે.

Interlinear

Choose Theme