લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા.
Cross references
મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.”
તમાંરે સૌ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તમાંરા ભેગા વસતા વિદેશીઓને આ સાંભળવા માંટે સભામાં એકત્ર કરવાં, જેથી તેઓ યહોવાથી ગભરાઇને જીવતાં શીખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે.
લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.
પછી લોકો તેમનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં જેથી ઈસુ તેમનાં માથે હાથ મૂકી આશીર્વાદ દે અને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ તેના શિષ્યોએ તેમને ધમકાવ્યાં.
પછી ઈસુએ કહ્યું, ‘ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.’
ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. ‘દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!’
કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું.