Home Bibles ☰ Books માલાખી 1:14 · ગુજરાતી બાઇબલ
માલાખી 1:14 · ગુજરાતી બાઇબલ

“જેની પોતાની પાસે તંદુરસ્ત ઘેટો હોવા છતાં ખોડવાળું પ્રાણી માનતામાં બલિદાનમાં ચઢાવે છે તે ઠગને ધિક્કાર હો! હું રાજાધિરાજ છું, અને મારા નામથી તમામ પ્રજાઓ ડરે છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Cross references

ઊત્પત્તિ 27:12

કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.”

લેવીય 22:18

“તું હારુનને અને તેના પુત્રોને તથા તમાંમ ઇસ્રાએલીઓને કહે કે જો કોઈ ઇસ્રાએલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી માંનતા પૂરી કરવા માંટે દહનાર્પણ તરીકે યહોવાને ઢોર કે ઘેટાં બકરાંની આહુતિ ચઢાવે,

પુનર્નિયમ 28:58

“આ પુસ્તકમાં નિયમના લખેલ એકેએક શબ્દો તમે નહિ પાળો અને તમાંરા દેવ યહોવાના મહિમાંવંત અને ભયજનક નામનો નકાર કરશો,

યહોશુઆ 7:11

ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.

ગીતશાસ્ત્ર 47:2

કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.

ગીતશાસ્ત્ર 47:3

તે બીજા રાષ્ટોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.

ગીતશાસ્ત્ર 47:8

તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.

ગીતશાસ્ત્ર 48:2

કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર; આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર, સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય, આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!

ગીતશાસ્ત્ર 68:35

હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો, ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે, તેમને ધન્ય હો!

ગીતશાસ્ત્ર 76:12

પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીતશાસ્ત્ર 95:3

કારણ, યહોવા મહાન દેવ છે; તે સર્વ દેવો પર મહાન રાજા છે.

ગીતશાસ્ત્ર 102:16

કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે; અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!

સભાશિક્ષક 5:4

જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.

યશાયા 57:15

જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.

Interlinear

Choose Theme