Home Bibles લૂક 8:27 · ગુજરાતી બાઇબલ
લૂક 8:27 · ગુજરાતી બાઇબલ

જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. આ માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો.

Cross references

ગણના 19:16

જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય.

1 શમુએલ 19:24

શાઉલ ત્યાં ગયો, પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને શમુએલની સામે પ્રબોધ કર્યો. એ ત્યાં આખો દિવસ અને રાત નવસ્ત્રો જ પડી રહ્યો.આથી લોકો કહેવા લાગ્યાં, “શાઉલ પણ પ્રબોધક થઈ ગયો કે શું?”

યશાયા 65:4

અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે,

માર્ક 5:2

જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું.

Interlinear

Choose Theme