Home Bibles ☰ Books લૂક 5:36 · ગુજરાતી બાઇબલ
લૂક 5:36 · ગુજરાતી બાઇબલ

ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે.

Cross references

લેવીય 19:19

“માંરા નિયમો પાળજો. તમાંરાં પશુઓને જુદી જાતનાં પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમાંરા ખેતરમાં એકી સાથે બે જાતનાં બી વાવશો નહિ તેમજ જુદી જુદી બે જાતના તારનું વણેલું કાપડ પણ પહેરશો નહિ.

પુનર્નિયમ 22:11

“બે જાતના દોરામાંથી તૈયાર થયેલાં કપડાં જેમ કે ઊન અને શણના દોરાનંુ જેમાં મિશ્રણ હોય તે પહેરવાં નહિ.

માથ્થી 9:16

“જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે.

માર્ક 2:21

‘જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે.

2 કરિંથીઓને 6:16

દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે:“હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” લેવીય 26:11-12

Interlinear

Choose Theme