Home Bibles ☰ Books લૂક 23:33 · ગુજરાતી બાઇબલ
લૂક 23:33 · ગુજરાતી બાઇબલ

ઈસુ અને તે બે ગુનેગારોને ‘ખોપરી’ નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો.

Cross references

પુનર્નિયમ 21:23

પરંતુ તેના મૃતદેહને રાત્રિ સમયે લટકતો ન રાખવો, તે જ દિવસે તેને દાટી દેવો, કારણ કે વૃક્ષ પર લટકાવેલા માંણસ દેવથી શ્રાપિત થાય છે, જે ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપી રહ્યા છે તેને તમાંરે અશુદ્વ કરવી નહિ.

ગીતશાસ્ત્ર 22:16

કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

ઝખાર્યા 12:10

પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.

માથ્થી 20:19

પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”

માથ્થી 26:2

“તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”

માથ્થી 27:33

તેઓ ગુલગુથા નામના સ્થળે આવ્યા. (ગુલગુથાનો અર્થ ખોપરીની જગ્યા).

માર્ક 10:33

ઈસુએ કહ્યું, ‘આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે.

માર્ક 15:22

તેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”)

લૂક 24:7

ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.”

યોહાન 3:14

“મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે.

યોહાન 12:33

ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.

યોહાન 18:32

(આમ બન્યું તેથી પોતે કેવી રીતે મૃત્યુ પામવાનો હતો તે વિષે ઈસુએ કહેલા વચન સાચા ઠરે.)

Interlinear

Choose Theme