પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો!
Cross references
હે યરૂશાલેમની દીકરીઓ, હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું, મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.
હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ અને જંગલી હરણીઓના નામે વચન આપો કે યર્થાથ સમય આવે નહિ ત્યાં સુધી મારા પ્રીતમને જગાડશો નહિ.
હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.
તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.
હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.
તેનું મુખ અતિ મધુર અને મનોહર છે, હે યરૂશાલેમની યુવતીઓ, આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.
ઓ યરૂશાલેમની યુવતીઓ, મને વચન આપો કે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહીં.”