Home Bibles ☰ Books લૂક 23:19 · ગુજરાતી બાઇબલ
લૂક 23:19 · ગુજરાતી બાઇબલ

(બરબ્બાસ શહેરમાં હુલ્લડ શરું કરવા બદલ બંદીખાનામાં હતો. તેણે કેટલાક માણસોની હત્યા પણ કરી હતી.)

Cross references

લૂક 23:2

તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.”

લૂક 23:5

તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!”

પ્રેરિતોનાં ક્રત્યો 3:14

ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું.

Interlinear

Choose Theme