Home Bibles લૂક 15:3 · ગુજરાતી બાઇબલ
લૂક 15:3 · ગુજરાતી બાઇબલ

પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી:

Cross references

યશાયા 53:6

આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

યશાયા 65:19

હું યરૂશાલેમમાં આનંદ પામીશ અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ. ત્યાં ફરીથી રૂદન તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.

માથ્થી 9:13

ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”

માથ્થી 10:6

પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે.

માથ્થી 13:3

ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.

યોહાન 21:16

ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”

પ્રેરિતોનાં ક્રત્યો 21:20

જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે.

Interlinear

Choose Theme