Home Bibles લૂક 13:17 · ગુજરાતી બાઇબલ
લૂક 13:17 · ગુજરાતી બાઇબલ

જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.

Cross references

નિર્ગમન 15:11

હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?

ગીતશાસ્ત્ર 40:14

હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજેત થાઓ અને પરાજય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાઓ.

ગીતશાસ્ત્ર 109:29

મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.

ગીતશાસ્ત્ર 111:3

તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે. અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 132:18

તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ; પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

યશાયા 4:2

તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે.

યશાયા 45:24

મારા વિષે લોકો જાહેર કરશે, યહોવા મારું સાર્મથ્ય અને ન્યાયીપણું છે.”અને જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ બધા તેમની પાસે આવશે અને ફજેત થશે.

લૂક 14:6

ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ.

લૂક 18:43

પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.

લૂક 19:37

ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી.

લૂક 19:48

પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.

લૂક 20:40

તે પછી વધારે પ્રશ્રો ઈસુને પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.(માથ્થી 22:41-46; માર્ક 12:35-37)

યોહાન 12:17

ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 3:9

બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:21

યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.)

2 તિમોથીને 3:9

પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.

1 પિતરનો પત્ર 3:16

પરંતુ તમારો પ્રત્યુત્તર વિનમ્ર અને માનસહિત હોવો જોઈએ. તમે હંમેશા સારું કરો છો તેવી લાગણી અનુભવવા માટે સાર્મથ્યવાન બનો. તમે જ્યારે આમ કરશો ત્યારે, તમારા માટે ખરાબ બોલનાર લોકો શરમાશે. ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની તેઓ નિંદા કરે છે અને તેથી તમારા વિષે ખરાબ માટે તેઓ શરમાશે.

Interlinear

Choose Theme