Home Bibles ☰ Books લૂક 11:35 · ગુજરાતી બાઇબલ
લૂક 11:35 · ગુજરાતી બાઇબલ

માટે સાવધાન રહે, તારામાં રહેલા પ્રકાશને અંધકાર થવા દઇશ નહિ.

Cross references

નીતિવચનો 16:25

એક એવો પણ માર્ગ હોય છે જે લાગે સીધો પણ લઇ જાય છે મૃત્યુ તરફ.

નીતિવચનો 26:12

પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.

યશાયા 5:20

જે લોકો પાપને પુણ્ય અને પુણ્યને પાપ કહે છે. અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં ફેરવી નાખે છે, કડવાનું મીઠું અને મીઠાનું કડવું કરી નાખે છે તેઓને અફસોસ!

ચર્મિયા 8:8

તમે એવું શી રીતે કહી શકો કે, ‘અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે’ શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!

યોહાન 7:48

અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના!

યોહાન 9:39

ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”

રોમનોને પત્ર 1:22

લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા.

રોમનોને પત્ર 2:19

તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.

1 કરિંથીઓને 1:19

શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ. હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” યશાયા 29:14

1 કરિંથીઓને 3:18

તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે.

યાકૂબનો 3:13

તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.

2 પિતરનો પત્ર 1:9

પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો.

Interlinear

Choose Theme