Home Bibles લૂક 11:3 · ગુજરાતી બાઇબલ
લૂક 11:3 · ગુજરાતી બાઇબલ

દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.

Cross references

નિર્ગમન 16:15

ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.”

નીતિવચનો 30:8

અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજે, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપ; મને જરૂર જેટલો રોટલો આપજે.

યશાયા 33:16

આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.

માથ્થી 6:11

અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.

માથ્થી 6:34

તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.

યોહાન 6:27

ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

Interlinear

Choose Theme