Home Bibles લૂક 1:73 · ગુજરાતી બાઇબલ
લૂક 1:73 · ગુજરાતી બાઇબલ

દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા

Cross references

ઊત્પત્તિ 22:16

દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી.

ઊત્પત્તિ 24:7

યહોવા આકાશના દેવે મને માંરી જન્મભૂમિનો અને માંરા બાપના ઘરનો ત્યાગ કરાવ્યો હતો. અને જેણે સમ ખાઈને મને એવું વચન આપ્યું હતું: ‘હું તારા વંશજોને આ દેશ આપીશ.’ તે તારી આગળ તને દોરવવા તેના દૂતને ત્યાંથી માંરા પુત્ર માંટે પત્ની લાવવા મોકલશે.

ઊત્પત્તિ 26:3

અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.

પુનર્નિયમ 7:8

પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો.

પુનર્નિયમ 7:12

“જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથેે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.

ગીતશાસ્ત્ર 105:9

એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો; અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,

ચર્મિયા 11:5

“તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”

હિબ્રૂઓને પત્ર 6:13

દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા.

હિબ્રૂઓને પત્ર 6:16

માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે.

Interlinear

Choose Theme