Home Bibles ☰ Books લેવીય 8:10 · ગુજરાતી બાઇબલ
લેવીય 8:10 · ગુજરાતી બાઇબલ

પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા.

Cross references

નિર્ગમન 30:23

“શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, 12 પૌંડ ચોખ્ખો બોળ, 6 ૌંડ સુગંધીદાર તજ, 6 પૌંડ સંગધીદાર બરુ

નિર્ગમન 30:29

આ પ્રમાંણે આ બધી વસ્તુઓની શુદ્ધિ કરવી એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને અડકે તે પવિત્ર થઈ જશે.

નિર્ગમન 40:9

“પછી અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરી, તેની તથા તેમાંના બધા રાચરચીલાની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.

લેવીય 7:35

જે દિવસે હારુન અને તેના પુત્રોનો યાજક પદે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને યહોવાને ધરાવેલા અભિષેકના હિસ્સામાંથી એ દાપુ આપ્યું હતું.

લેવીય 8:2

“હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા.

Interlinear

Choose Theme