Home Bibles લેવીય 5:6 · ગુજરાતી બાઇબલ
લેવીય 5:6 · ગુજરાતી બાઇબલ

અને પોતાના પાપના પ્રાયશ્ચિતરૂપે યહોવા સમક્ષ માંદા હલવાન કે બકરી લાવે, અને યાજકે તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો.

Cross references

લેવીય 4:20

તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે.

લેવીય 4:28

તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.

લેવીય 4:31

“શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.

લેવીય 4:32

“પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

લેવીય 4:35

યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.

લેવીય 6:6

તેણે એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે યહોવાને પ્રાયશ્ચિત તરીકે લાવવો અને તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી.

લેવીય 7:1

“દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે:

લેવીય 14:12

ત્યાર પછી તેણે એક ઘેટો લઈને પા કિલો તેલ સાથે દોષાર્થાર્પણને આરત્યર્પણ તરીકે યહોવાને ધરાવવો.

લેવીય 19:21

તેથી તેમાં સંડોવાયેલ વ્યક્તિએ દોષાર્થાર્પણ માંટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવા સમક્ષ ઘેટો લઈને આવવું.

ગણના 6:12

અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.

યર્મિયાનો વિલાપ 40:39

મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં.

યર્મિયાનો વિલાપ 42:13

પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.

Interlinear

Choose Theme