Home Bibles લેવીય 5:2 · ગુજરાતી બાઇબલ
લેવીય 5:2 · ગુજરાતી બાઇબલ

“જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય.

Cross references

લેવીય 4:13

“જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો,

લેવીય 5:4

જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય;

લેવીય 5:17

“જો કોઈ વ્યક્તિ અજાણતાં યહોવાએ આપેલા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરી પાપ કરે; તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માંથે.

લેવીય 7:21

“જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”

લેવીય 11:11

તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ.

લેવીય 11:24

“તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

ગણના 19:11

જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.

પુનર્નિયમ 14:8

વળી ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે ખાવા માંટે નિષિદ્વ છે. તમાંરે આવાં પ્રૅંણીઓનાં માંસ ખાવાં નહિ. તમાંરે તેમના મૃતદેહનો સ્પર્શ પણ કરવો નહિ.

ગીતશાસ્ત્ર 19:12

મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.

યશાયા 52:11

બહાર નીકળો, બાબિલમાંથી બહાર આવો! કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ. હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ, તમારી જાતને શુદ્ધ રાખો!

હાગ્ગાચ 2:13

યાજકોએ કહ્યું: “ના,” ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઇ માણસ શબને અડવાથી અભડાયો હોય અને તે આ વસ્તુઓને અડે તો એ અભડાઇ જાય ખરી?”યાજકે જવાબ આપ્યો, “જરુર અભડાય.”

લૂક 11:44

તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”

2 કરિંથીઓને 6:17

“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

Interlinear

Choose Theme