Home Bibles લેવીય 4:7 · ગુજરાતી બાઇબલ
લેવીય 4:7 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.

Cross references

નિર્ગમન 29:12

બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું.

નિર્ગમન 30:1

દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી.

નિર્ગમન 30:10

“વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.

લેવીય 1:5

“પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો - યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

લેવીય 4:18

ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું.

લેવીય 4:30

યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું.

લેવીય 4:34

પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું.

લેવીય 5:9

પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે.

લેવીય 8:15

પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી.

લેવીય 9:9

તેના પુત્રોએ તેને માંટે લોહી તેની આગળ ધર્યું. અને તેમાં આંગળી બોળીને થોડું લોહી વેદીનાં ટોચકાંઓને લગાડયું અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું.

લેવીય 16:18

બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું

ગીતશાસ્ત્ર 118:27

યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે. બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

એફેસીઓને પત્ર 2:13

હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.

હિબ્રૂઓને પત્ર 9:15

તેથી દેવ પાસેથી ઈસુ નવો કરારલોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરારપ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.

હિબ્રૂઓને પત્ર 9:21

એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું.

Interlinear

Choose Theme