Home Bibles લેવીય 4:24 · ગુજરાતી બાઇબલ
લેવીય 4:24 · ગુજરાતી બાઇબલ

ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે.

Cross references

નિર્ગમન 29:38

“તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.

લેવીય 1:4

જે વ્યક્તિ તે ઢોરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનાર્પણના માંથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.

લેવીય 1:5

“પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો - યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.

લેવીય 1:11

જે વ્યક્તિ તે અર્પણ લાવે તે યહોવાની સમક્ષ વેદીની ઉત્તર બાજુએ તેને વધેરે, અને હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.

લેવીય 3:2

જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.

લેવીય 3:8

તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો - યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.

લેવીય 3:13

તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.

લેવીય 4:3

“જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.

લેવીય 6:18

હારુનના વંશનો કોઈ પણ વ્યક્તિ એ ખાઈ શકશે, યહોવાને ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે, એનો સ્પર્શ જે કોઈ કરશે તે શુદ્ધ બની જશે.”

લેવીય 6:22

“જયારે યાજકના પુત્ર પોતાના પિતાની (હારુનની) ઊચા યાજક તરીકે જગ્યા ધારણ કરે ત્યારે તેણે આ ખાદ્યાર્પણને સંપૂર્ણ રીતે બાળી નાખીને અર્પણ કરવું. આ કાયમી નિયમ છે.

લેવીય 6:25

“હારુન અને તેના પુત્રોને પાપાર્થર્પણ વિષેના આ નિયમો કહે: પાપાર્થાર્પણનું પશુ યહોવા સમક્ષ જયાં દહનાર્પણના પશુને વધેરવામાં આવે છે, ત્યાં વધેરવું એ અત્યંત પવિત્ર છે.

લેવીય 7:2

દોષાર્થર્પણ માંટેના અર્પણના પશુનો વધ, જયાં દહનાર્પણના પશુનો વધ થતો હોય ત્યાં કરવો અને તેનું લોહી વેદી પર અને ફરતું છાંટવું.

લેવીય 16:15

“ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું.

2 રાજઓ 12:16

દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.

2 કાળવ્રત્તાંત 29:23

ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા.

યશાયા 53:6

આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

Interlinear

Choose Theme