“તમાંરે માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કારણ કે હું યહોવા છું.
Cross references
તમાંરે ફકત માંરા જ વિધિઓ પાળવા, અને તમાંરે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો. અને તે અનુસાર તમાંરે તમાંરું જીવન ગાળવું. હું યહોવા તમાંરો દેવ છું.
“માંરા નિયમો પાળજો. તમાંરાં પશુઓને જુદી જાતનાં પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમાંરા ખેતરમાં એકી સાથે બે જાતનાં બી વાવશો નહિ તેમજ જુદી જુદી બે જાતના તારનું વણેલું કાપડ પણ પહેરશો નહિ.
“તમાંરે માંરા બધા જ નિયમો આજ્ઞાઓ અને માંરી વિધિઓ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવું અને કાળજીપૂર્વક તેનું પાલન કરવું અને તેમનો અમલ કરવો, કારણ, હું યહોવા છું.”
તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો.
આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”
ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ.