Home Bibles લેવીય 22:2 · ગુજરાતી બાઇબલ
લેવીય 22:2 · ગુજરાતી બાઇબલ

“હારુનને તથા તેના પુત્રોને આ આજ્ઞાઓ આપ: લોકોએ આપેલી પવિત્ર ભેટોને અપવિત્ર કરીને તેઓ માંરા પવિત્ર નામને કલંક ન લગાવે. હું યહોવા છું.

Cross references

નિર્ગમન 13:12

જ્યારે તમને દેવ આ પ્રદેશ આપે ત્યાર બાદ તમે બધા તમાંરા પ્રથમજનિત પુત્રને યહોવાને સમર્પિત કરવાનું યાદ રાખજો. અને તમાંરાં પશુઓનાં પ્રથમ વેતરનાં બધાં નર બચ્ચાઓ યહોવાને સમર્પિત થવા જોઈએ.

નિર્ગમન 28:38

હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.

લેવીય 15:31

“આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”

લેવીય 18:21

“તમાંરે તમાંરું કોઈ બાળક મોલેખને ચઢાવવા આપવું નહિ. મોલેખની વેદી પર તમાંરા બાળકની આહુતિ ન આપવી. આ રીતે તમે કરશો તો તમાંરા દેવનો અનાદર થશે અને તેમના નામને કલંક લાગશે, હું યહોવા છું.

લેવીય 19:12

તમાંરે ખોટી વાત માંટે માંરા નામના સમ ખાઈને તમાંરા દેવ યહોવાનું નામ વગોવવું નહિ, કારણ, હું યહોવા છું.

લેવીય 20:3

હું પોતે તે માંણસની વિરુદ્ધ થઈશ, અને તેના લોકોમાંથી તેનો બહિષ્કાર કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને માંરા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. અને માંરા પવિત્ર નામને કલંકિત કર્યુ છે.

લેવીય 21:6

તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.

લેવીય 22:3

તું તેમને કહે: તમાંરો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે ઇસ્રાએલીઓએ મને ધરાવેલા અર્પણની પાસે આવે તો તેને માંરી સેવામાંથી યાજકપદેથી દૂર કરવો. હું યહોવા છું.

લેવીય 22:32

તમાંરે માંરા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇસ્રાએલીઓએ માંરી પવિત્રતા જાળવવી. હું તમને પવિત્ર કરનાર યહોવા છું.

ગણના 6:3

તો યહોવાને કરેલા સમર્પણના પૂર્ણ સમય દરમ્યાન તેણે દ્રાક્ષારસનો અને કેફી પીણાનો ત્યાગ કરવો, તદુપરાંત તેણે દ્રાક્ષામાંથી બનાવેલું કોઈ પણ પ્રકારનું પીણું પીવું નહિ, કે દ્રાક્ષ કે કિસમિસ ખાવી નહિ.

ગણના 18:32

તમે એ પ્રમાંણે યાજકોને તમાંરો દશાંશ શ્રેષ્ઠ ભાગ આપશો, તો પછી ઇસ્રાએલીઓએ ધરાવેલી પવિત્ર ભેટો ભ્રષ્ટ કરવાનો દોષ તમાંરે માંથે આવશે નહિ, અને તમાંરે મૃત્યુ પામવું પડશે નહિ.”

પુનર્નિયમ 15:19

“તમાંરાં ઘેટાં અને ઢોરઢાંખરના પ્રથમજનિત નર બચ્ચાંને તમાંરે તમાંરા દેવ યહોવાને સમર્પણ કરી દેવાં. પ્રથમજનિતોને એટલે કે પ્રાણીઓને ખેતરમાં કામે લગાડવાં નહિ, કે પ્રથમજનિત ઘેટાંબકરાંનું ઊન તમાંરે ઉતારવું નહિ.

યશાયા 52:11

બહાર નીકળો, બાબિલમાંથી બહાર આવો! કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ. હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ, તમારી જાતને શુદ્ધ રાખો!

Interlinear

Choose Theme