“જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના 20ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.
Cross references
“જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી.
અને જે પવિત્ર વસ્તુને ખોટું થયું છે તેની કિંમત તે ભરપાઈ કરે, તેણે જેના સમ લીધા હોય તે લાવવું. અને તેમાં પાંચમો ભાગ ઉમેરીને તે પૈસા યાજકને આપવા. ત્યારબાદ યાજક તેને દોષાર્થાપણના ઘેટાંથી તેને શુદ્ધ કરશે અને તેને માંફ કરવામાં આવશે.
જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચુકવવો.
પછી જો સમર્પણ કરનાર વ્યક્તિ મકાન છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20ટકા આપવા, એટલે મકાન પાછું તેની માંલિકીનું થઈ જાય.”