Home Bibles લેવીય 20:14 · ગુજરાતી બાઇબલ
લેવીય 20:14 · ગુજરાતી બાઇબલ

“જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની માંતાને બંનેને પરણે કે વ્યભિચાર કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં, તમાંરામાં લંપટતા હોવી જોઈએ નહિ.

Cross references

લેવીય 18:17

“તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.

લેવીય 21:9

“જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.

પુનર્નિયમ 27:23

“‘જો કોઈ વ્યકિત તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’“અને બધા લોકો કહેશે, ‘આમીન.’

યહોશુઆ 7:15

જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.”‘

યહોશુઆ 7:25

યહોશુઆએ આખાનને કહ્યું, “તેં અમાંરા ઉપર આ આફત કેમ ઉતારી? હવે યહોવા તમાંરા ઉપર આફત ઉતારશે.” પછી બધા ઇસ્રાએલીઓએ તેને ઈંટાળી કરીને માંરી નાખ્યો. તે લોકોએ તે બધાંને બાળી મૂકયાં, અને ઈંટાળી કરીને માંરી નાખ્યાં.

આમોસ 2:7

તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે.

Interlinear

Choose Theme