“કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેનાં ફળને ત્રણ વર્ષ સુધી અશુદ્ધ હોવાને કારણે ખાશો નહિ.
Cross references
પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “ઇસ્રાએલના લોકો માંરી વાત સાંભળવા પણ નથી માંગતા, તો પછી ફારુન શી રીતે સાંભળશે? મને તો સારી રીતે બોલતાં પણ નથી આવડતું.”
અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”‘
“તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.
તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી.
“મેં તમને આપેલા કનાન દેશમાં જયારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કોઢનો રોગ મૂકું;
“જયારે કોઈ વાછરડું, લવારુ કે બકરું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની માં પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમાં દિવસે અને તે પછી તે યહોવા સમક્ષ અગ્નિ દ્વારા યજ્ઞ માંટે માંન્ય થશે.
તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે.
મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી.
યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;
પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો.