Home Bibles લેવીય 18:24 · ગુજરાતી બાઇબલ
લેવીય 18:24 · ગુજરાતી બાઇબલ

“આમાંની કોઈ પણ રીતે તમાંરે તમાંરી જાતને અશુદ્ધ ન કરવી. હું જે પ્રજાઓને તમાંરા માંટે સ્થાન ખાલી કરવા હાંકી કાઢનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે.

Cross references

લેવીય 18:3

માંટે તમાંરે લોકોએ પહેલા તમે જયાં રહેતા હતા, તે મિસરના અથવા હું તમને લઈ જાઉ છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવુ નહિ, તમાંરે તેમના રિવાજો પાળવા નહિ.

લેવીય 18:6

“તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.

લેવીય 18:30

માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”

લેવીય 20:22

“તમાંરે માંરા તમાંમ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવું; હું તમને તમાંરા નવા દેશમાં લઈ જઈશ અને તમે માંરા કાયદાઓ અને નિયમોનું પાલન કરશો તો તે દેશ તમને હાંકી કાઢશે નહિ.

પુનર્નિયમ 9:4

“તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”

પુનર્નિયમ 9:5

તમે નિષ્પક્ષ અને પ્રામાંણિક છો એટલા માંટે યહોવા તમને આ પ્રદેશ નથી આપતા. એ લોકો દુષ્ટ છે એટલા માંટે યહોવા તેમને હાંકી કાઢે છે. અને તેણે તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલું વચન પાળુ છું એ સારૂ.

પુનર્નિયમ 12:31

તેઓ જે રીતે પોતાના દેવોની પૂજા કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની ઉપાસના કરવી નહંી, કારણ કે, તેઓ પોતાના દેવો માંટે જે કંઈ કરે છે તે યહોવાની દૃષ્ટિેએ ધિક્કારજનક અને ધૃણાને પાત્ર છે. તેઓ પોતાના દેવોની સમક્ષ પોતાના પુત્રો તથા પુત્રીઓને સુદ્ધંા બલિઓ તરીકે હોમી દે છે.

પુનર્નિયમ 18:12

જે લોકો આવાં કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર રિવાજોને કારણે જ તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરા માંર્ગમાંથી દૂર કરે છે.

ન્યાયાધીશો 20:5

ગિબયાહના લોકો માંરી વિરુદ્ધ થઈ ગયા અને તેમણે હું જે ઘરમાં હતો તેને ઘેરી લીધું. મને તેઓ માંરી નાખવા ઈચ્છતા હતાં; માંરી ઉપપત્ની ઉપર તેમણે બળાત્કાર ગુજાર્યો અને તે મૃત્યુ પામી.

ન્યાયાધીશો 20:6

તેથી મેં તેનું શબ કાપીને ટુકડા કર્યા અને એક એક ટુકડો ઈસ્રાએલનાં દરેક કુળસમૂહને મોકલી આપ્યો. કારણ તેઓએ ઈસ્રાએલમાં આ દુષ્ટ ગુનો કર્યો હતો.

ન્યાયાધીશો 20:10

અમે ઈસ્રાએલના દરેક કુળસમૂહોમાંથી દર સો માંણસો લઈશું. દર હજાર માંણસોએ સો માંણસો લઈશું. અને દર દસહજાર માંણસોએ એક હજાર માંણસો લઈશું. તેઓ સૈન્યને માંટે ખોરાક પૂરો પાડશે. બાકીના બિન્યામીનના પ્રદેશમાં આવેલા ગિબયાહ સ્થળે જ્યાં તેઓએ ઈસ્રાએલમાં ખૂબજ ભયંકર કૃત્ય કર્યુ હતું તેની સજા કરવા જશે.”

2 કાળવ્રત્તાંત 33:2

ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

ચર્મિયા 44:4

મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’

યર્મિયાનો વિલાપ 36:17

“હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો.

માથ્થી 15:18

પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે.

માર્ક 7:10

મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’

1 કરિંથીઓને 3:17

જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.

Interlinear

Choose Theme